ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં 20મી જાન્યુઆરી સુધી 58 કલેક્શન સેન્ટર કાર્યરત કાર્યરત રહેશે અને આ સેન્ટર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર આપવા આશરે 900થી વધુ સ્વયંસેવકો તૈનાત રહેશે. તમારા ધ્યાનમાં કોઈ અબોલ ઘાયલ પક્ષી દેખાઈ તો તરતજ નજીકના કલેક્શન સેંટરનો સંપર્ક કરી એક પુણ્યનું કામ કરો.